Home| Contact Us
Intro In English
Intro In Hindi
Intro In Gujarati
Pilgrimage Map
Photo Gallary
Committee
સ્વામી આત્મારામ મહારાજની પાંચમી બાર જ્યોતિર્લિંગની પદયાત્રા અને પરિક્ર્મા સ્વામીજીએ પાંચ પદયાત્રા કરી છે, જેમાં ૭૫000 કીલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે.
સ્વામી આત્મારામજી મહારાજની પૂર્ણ થયેલ પદયાત્રા
  1. પ્રથમ પદયાત્રા પહેરેલા કપડા સિવાય સાથે કંઈપણ રાખ્યા વગર કરપાત્રી બનીને પોતાની ૫૮ વર્ષની ઉંમર પછી (નર્મદા અને ભારત ભૂમિ પરિક્ર્મા સાથે ) 23000 કી.મી.ની ૧૨ જુન ૧૯૯૯ ના પૂ્ર્ણ કરી અવઘિ ૨ વર્ષ. 
  2. બીજી પદયાત્રા સ્વામીજીએ ૬૨વર્ષની ઉંમરે ૧૨ ઓગષ્ટ ૨૦૦૧ થી ૧૨ ઓગષ્ટ૨૦૦૩ સુધીમાં ૧૪૧0૫ + ૧0૫0 કી.મી.ની પૂ્ર્ણ કરી અવઘિ ૨ વર્ષ.
  3. ત્રીજી પદયાત્રા સ્વામીજીએ ૬૬વર્ષની ઉંમરે ૧૨ એપ્રીલ ૨૦૦૪ થી ૧૪ જાન્યુ.૨૦૦૬ સુધીમાં ૧૨000 કી.મી.ની પૂ્ર્ણ કરી અવઘિ ૨0 માસ.
  4. ચોથી પદયાત્રા સ્વામીજીએ ૭0વર્ષની ઉંમરે ૭ જુલાઈ ૨00૯ થી ૭ માર્ચ ૨૦૧૧ સુધીમાં ૧૨૮00 કી.મી.ની પૂ્ર્ણ કરી અવઘિ ૨0 માસ.
  5. પાંચમી પદયાત્રા સ્વામીજી ૭૫વર્ષની ઉંમરે ૭ ડીસેમ્બર થી ૭ નવેમ્બર ૨૦૧૪ સુધીમાં ૧0૮૬૫ + ૧૨૬0 કી.મી.ની પૂ્ર્ણ કરી. અવઘિ ૨વર્ષ.
આ રીતે સ્વામીજી ૭૫વર્ષની ઉંમરે ૭૫000 કીલોમીટરની પદયાત્રા પૂ્ર્ણ કરી.
સ્વામીજીએ ક્યાં ક્યાં પદયાત્રા કરી છે?
  1. બાર જ્યોતિલિંગ
  2. ચાર મહાધામ (૧) જગન્નાથપુરી (૨) બદ્રીનાથ, (૩) શ્રી રંગમ ( ત્રિચ્ચિનાપલ્લી) (૪) દ્રારકા.
  3. સપ્તપુરી
  4. ચાર શંકરચાર્ય પીઠ : સ્વામીજીએ ઉપરોક્ત તિર્થોની પદયાત્રા ચારવાર કરી છે.પાંચમી વાર બાર જ્યોતિર્લિંગની પરિક્ર્મા પણ કરી રહ્યા છે.
  5. ભારત ભૂમિ પરિક્ર્મા
  6. ભારતના ચાર મહા નગર
  7. કૈલાશ માનસરોવર
  8. હિમાલય ના ચાર ધામ- જન્મોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ
  9. નર્મદા અને સરયુજીની પરિક્રમા
  10. વ્રજચોરાશી, ચિત્રકૂટ,કાશી અને અયોઘ્યા નગરીની પરિક્રમા
  11. વૈશ્નોદેવી, રામદેવરા, હેમકુંડ સાહિબ, સુવર્ણ મંદિર(અમૃતસર) અને અમરનાથ આ તિર્થોની પદયાત્રા એક વાર કરી છે
દરરોજ પદયાત્રા પરિસ્થિતિ પ્રમાણે 20 થી 30 કિ.મી. થાય છે.
સ્વામીજી અત્યાર સુધીમાં પ્રથમ પદયાત્રા 23,000 કિ.મી.,બીજી 17,000 કિ.મી બંને પશ્ચિમથી, ત્રીજી ઉત્તરથી 12,000 કિ.મી. ચોથી પૂર્વ થી 12.800 કિ.મી. પાંચમી દક્ષિણથી 10865 +1260 કિ.મી. મળી કુલ 75000 કિ.મી. થાય છે. અને આ પદયાત્રા ઓ ભારતના નીચેના કુલ 20 રાજ્યોમાં થી 11 રાજ્યોમાં થી ચાર વાર પસાર થઈ છે (1) તમિલનાડુ (2) આંધ્ર પ્રદેશ (3) મહારાષ્ટ્ર (4) મધ્ય પ્રદેશ (5) ઉત્તરપ્રદેશ (6) ઉત્તરાખંડ (7) ઉત્તર પ્રદેશ (બીજીવાર) (8) મધ્ય પ્રદેશ (બીજીવાર) (9) ગુજરાત (10) મહારાષ્ટ્ર (બીજીવાર) (11) કર્ણાટક (11A) તમિલનાડુ (બીજીવાર).અને આ 9 રાજ્યોમાં થી એક વાર પસાર થઈ છે. (1) રાજસ્થાન (2) હરિયાણા (3) પંજાબ (4) હિમાચલ (5) કાશ્મીર (6) દિલ્હી (7) બિહાર (8) કેરલા (9) ગોવા
પદયાત્રા નુ ધ્યેય શુ છે ?
  1. માનવ જીવન અંતિમ ધ્યેય પોતાનુ અસલી સ્વરુપ આત્મા છે, જેને તે ભૂલ્યો છે, તેને પ્રાપ્ત કરવાનુ છે. તેને પ્રાપ્ત કરવાના સાઘન, તપ, ભક્તિ અને જ્ઞાન છે. આ સિદ્ઘાંત લક્ષમા રાખીને સ્વામીજીએ પ્રથમ પદયાત્રા કરપાત્રી બનીને (પહેરેલા કપડા સિવાય સાથે કંઈપણ રાખ્યા વગર) ગુપ્તરૂપે સ્વાન્તઃ સુખાય-આત્મ સ્વરુપની પ્રાપ્તિ માટે કરી. 
  2. બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી પદયાત્રા પ્રગટ સ્વરુપે ભારતીય સંસ્કૃતિ, સનાતન ઘર્મ, ભક્તિ અને, તપ નો પ્રરણા સંદેશ જનજન સુઘી પહોંચાડવા માટે વિજ્ઞાનના તમામ સાધનોની સહાયથી કરી છે.
  3. પોતાના જીવન અને કાર્ય દ્વારા સર્વ ને ઉંચ માનવ જીવન જીવવાનો આદર્શ ચીલો બતાવી વિશ્વ શાંતિની પ્રેરણા દેવી.
આ ઘ્યેય માટે ક્યા ક્યા પૂર્વાચાર્યો / સંતો એ પદયાત્રા કરી છે ?
1 શ્રીબલભદ્રજી (દાઉજી) 2. શ્રી વિદૂરજી 3.શ્રી જગદ્ ગુરૂ શંકરાચાર્ય મહારાજ 4. શ્રી ચૈતન્ય મહાપ્રભુજી 5.શ્રી વલ્લભાચાર્યજી 6. શ્રી રામાનુજ સ્વામીજી 7. શ્રી સ્વામિનારાયણ ભગવાન 8. શ્રી વિવેકાનંદજી 9. શ્ર જગદગુરૂ રામાનંદ સ્વામીજી ( 1 થી 9 સનાતન ધર્મ) 10. શ્રી મહાવીર સ્વામીજી (જૈન ધર્મ) 11. શ્રી ભગવાન બુદ્ધ (બૌઘ ધર્મ) 12. શ્રી નાનકદેવ મહારાજ (શીખ ધર્મ)
 • ઉપરો્ક્ત સંતો પાસેથી પ્રેરણા લઈ તેમના ધ્યેય પર ચાલવાનો મહા ભગીરથ પુરૂષાર્થ સ્વામીજી પાંચવાર પૂ્ર્ણ કરી છે.
સ્વામી આત્મારામમહારાજ કોણ છે ? (પરિચય)
  • વર્તમાન જીવન વૃતાંત
  • સ્વામી આત્મારામ મહારાજ હિમાય નિવાસી મહામંડલેશ્ર્વર અભિરામદાસ ત્યાગીજીના વિશેષ કૃપાપાત્ર શિષ્ય છે. જેના રામાનંદ સંત આશ્રમ ઋષિકેશ અને ભારતના અન્ય ભાગોમાં છ આશ્રમ છે.
  • સ્વામીજીએ 35 વર્ષથી અન્નત્યાગ કર્યો છે. માત્ર દૂધ, ફળો અને શાકભાજી પર રહે છે.
  • સ્વામીજીએ 58 વર્ષની ઉંમર પછી પદયાત્રા શરુ કરી અને ભારતના 20 રાજ્યોમાં કુલ 64800 કિ.મી.ની 72 વર્ષની વયે પૂ્ર્ણ કરી.
  • પાંચમી પદયાત્રા સ્વામીજી ૭૫ વર્ષની ઉંમરે ૭૫000 કીલોમીટર ની પદયાત્રા પૂ્ર્ણ કરી.
  • સ્વામીજી દાન-દક્ષિણા માંગતા નથી પરંતુ જો સ્વૈચ્છિક આપવામાં આવે તો તે રકમ જરૂરીયાત વાળા વિદ્યાર્થી ઓ માટે વિદ્યાદાનમાં ઉપયોગ કરે છે.
  • સ્વામીજી ના ટ્રષ્ટ નો ખાતા નં. (રાજકોટ) SBI – 30808440849
પૂર્વાશ્રમ જીવન વૃતાંત
  • જન્મ: - ભારતમાં ગુજરાત રાજ્ય ના જુનાગઢ જિલ્લાનુ વિસાવદર શહેર.
  • શિક્ષણ: - B.A.L.LB.
  • ઉંમર 75 વર્ષ (17-08-2014 ના)
  • બ્રામણ શરીર ધારી
  • પૂર્વાશ્રમ નામ- કાન્તિલાલ કે.મહેતા
  • ધર્મપ્રચાર અર્થ વિશ્ર્વના 20 દેશોની વિદેશયાત્રા (વાહનથી) કરી ચૂકયા છૈ.
  • સ્વામીજી ભારતની તમામ પવિત્ર નદીઓ ગંગા,યમુના ,ગોદાવરી, પૂર્ણા, સરયૂ, સતલજ, રાવિ, બિયાસ, ભીમા,સીંઘુ, સરસ્વતિ અને ચાર પવિત્ર સરોવર (નારાયણ સરોવર, બિન્દુ સરોવર માનસરોવર અને ગંગાસાગર સરોવર ) માં સ્નાન કરી ચૂક્યા છે.
  • સ્વામીજી ના પદયાત્રાના આ તપોમય કાર્યમા સ્વામીજી ના ગુરુજી મહામંડલેશ્ર્વર અભિરામદાસ ત્યાગીજી, વર્તમાન ચાર શંકરચાર્ય, પ્રમુખસ્વામિ (સ્વામિનારાયણસઘર્મ)સાધુ સમાજના અધ્યક્ષ અને અન્ય સંત-મહંત પ્રેરણા અને આશીર્વચન સ્વરૂપે જોડાયા છે.
અખિલ ભારતીય સ્વામી આત્મારામજી પદયાત્રા કેન્દ્રીય સંકલન સમિતિ.
સુરેન્દ્રસિંહ જાડેજા - મહામંત્રી
બી,એચ.ઘોડાસરા (Retd) આઇ.એ.એસ - અધ્યક્ષ, સંરક્ષક
ગીજુભાઈ ભરાડ MSC; - શિક્ષણ શાસ્ત્રી - અધ્યક્ષ
મઘુભાઈi મહેતા- BALLB; એડવોકેટ - કાર્યાધ્યક્ષ
વિરેન્દ્ર અગ્રવાલ - ઉદ્યોગપતિ - સેવા અધ્યક્ષ
101, મીરા કોમ્પલેક્ષ (હોટેલ રાજદૂતની પાસે), યાજ્ઞિક રોડ, રાજકોટ-360001
સ્વામીજીનો મો.નં +91 94273 65722 વેબ સાઇટ: www.atmaramji.org - ઈ-મેલ :info@atmaramji.org